Wednesday, June 17, 2026

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી કરતા રાજભાઈ અનિલભાઈ સોમૈયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી કરતા રાજભાઈ અનિલભાઈ સોમૈયા

લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની પ્રેરક ઉજવણી કરતો મોરબી ના રાજભાઈ સોમૈયા તથા નંદનીબેન સોમૈયા. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના લોહાણા સમાજ ના અગ્રણી અનિલભાઈ સોમૈયા ના સુપુત્ર રાજભાઈ તથા પુત્રવધુ નંદનીબેન દ્વારા તેમના લગ્નજીવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા, અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના સોમૈયા પરિવારે લગ્ન ની વર્ષગાંઠ નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related Articles

Total Website visit

1,608,515

TRENDING NOW