Saturday, June 6, 2026

બેફામ વહેંચાતી મોતની પોટલી મોરબી પોલીસની બચેલી આબરૂ નીલામ કરી રહી છે !

Advertisement
Advertisement
Advertisement

બેફામ વહેંચાતી મોતની પોટલી મોરબી પોલીસની બચેલી આબરૂ નીલામ કરી રહી છે !

મોરબી જિલ્લામાં દેશી દારૂના દૂષણને નાથવા સત્તાપક્ષ વિરોધ પક્ષ તેમજ મીડિયા એક્ટિવ થતા મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને 24 કલાકમાં 27 જગ્યાઓ પર દરોડા પાડી 434 લીટર દેશીનો જથ્થો કુલ કિં રૂ. દારૂ 87,000 ના મુદ્દામાલ સાથે 26 ઈસમોને પકડી પાડયા છે જ્યારે પાંચ શખ્સોને ફરાર દર્શાવી કુલ 31 ઈસમો સામે ગુન્હો નોંધી પોલીસે વાહ વાહી લૂંટી હતી. ત્યારે હવે જોવુ રહ્યુ કે આગામી દિવસોમાં દારૂનો ધંધો સદંતર બંધ રહેશે કે નહીં તે હવે જોવું રહ્યું.

મોરબી જિલ્લામાં દેશી દારૂના દૂષણને કેન્સર થી પણ મોટું દૂષણ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય અને હજારો પરિવારો આ નર્કાગાર પરિસ્થિતિમાં હોમાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પોલીસ અને તેના મળતિયાઓ કરોડોનો કારોબાર ચલાવી રહ્યા હોય ત્યારે જાહેરમાર્ગો પર અનેકવાર લોકો પીધેલી હાલતમાં જોવા મળતા હોય છે તેમજ 108ની પવિત્ર સેવાને પણ આ લોકો ગેર ઉપયોગ કરી અનેક લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે.

ત્યારે આ બધું જાણે બીટ જમાદાર થી લઈ ડી સ્ટાફ પોલીસ સ્ટેશનના પી એસ આઇ પી આઇ તેમજ dysp અને Sp સુધીના અધિકારીઓ જાણે મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યા હોય ત્યારે સત્તાપક્ષ વિરોધ પક્ષ અને મીડિયા દ્વારા બે દિવસ પહેલા આ મુદ્દે અવાઝ ઉઠાવ્યો હતો તે લોકો માટે ખૂબ સારી બાબત છે પણ મોરબી જિલ્લાના 350 થી વધુ ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે ત્યારે આ કામગીરી ઊપર હાલ લોકમુખે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે હિન્દ વૈભવ ટીમ સત્તાપક્ષ વિરોધ પક્ષ તેમજ મીડિયાની એ કામગીરી અને પોલીસ ની કામગીરી ને બિરદાવતા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં આવનારાં સમયમાં આ દૂષણમાં હજારો પરીવારને બચાવી શકાય છે તો મોરબી જિલ્લામાં બધી પોલીસ લાંચિયા નથી હોતા તો એવાં ઈમાનદાર પોલીસ ને સમર્થન આપતા મોરબી જિલ્લાની આ મોતની પોટલી ના ભરડામાંથી મુક્ત કરવામાં આવી તેવી અપેક્ષાઓ લોકોમાં પણ જોવા મળી રહી છે તો આ આંકડા જોઈ અને જિલ્લામાં ચાલતાં આ મોતના તાંડવ વચ્ચે કેટલો ફર્ક છે તે પણ આપ જણાવશો અને મોરબી જિલ્લામાં ક્યાંય પણ આવા દૂષણ ને ડામવા હોય તો લોકો ફોટા વિડિઓ અમને મોકલી શકે છે 9978388383. તેમજ જનતા રેડ પાડવામાં પણ અમે આપની સાથે છીએ અને અમારું હંમેશા સૂત્ર રહ્યું છે કે જાગો અપને આપમે તો હિન્દ વૈભવ હૈ સાથ મેં.

Related Articles

Total Website visit

1,607,752

TRENDING NOW