Monday, June 8, 2026

જુના નાગડાવાસ ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

જુના નાગડાવાસ ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે બંધ મકાનમાંથી 818 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ કામના આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ હતી કે, જુના નાગડાવાસ ગામે આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરાના મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોતાના માણસો દ્વારા ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જેથી તાલુકા પોલીસે આરોપીના મકાનમાં તેમજ બાજુમાં આવેલ બંધ મકાનમાં આવેલ રસોડાનુ તાળુ તોડી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 818 બોટલ કિંમત રૂપિયા 3,07,090 ,લઈ આવતા આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,847

TRENDING NOW