Monday, June 8, 2026

ડીપી.એ. ચેરમેન એસ.કે. મેહતાને વનતંત્ર દ્વારા બઢતી આપવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

ડીપી.એ. ચેરમેન એસ.કે. મેહતાને વનતંત્ર દ્વારા બઢતી આપવામાં આવી

દેશના પ્રથમ હરોળના મહાબંદર દીનદયાળ પોર્ટના ચેરમેનને રાજ્યના વન તંત્ર દ્વારા બઢતી આપવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજ્યના વનતંત્ર દ્વારા બઢતીના આદેશ જારી કરાયા હતા, જેમાં દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાને પ્રિન્સિપલ ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર તરીકે બઢતી આપવામાં આવી છે. શ્રી મેહતા વર્ષ 2019માં પ્રતિનિયુક્તિમાં ડીપીએ ચેરમેન તરીકે આવ્યા ત્યારે એડિશનલ પી.સી.સી.એફ.ના પદ ઉપર હતા. તેમનો ડીપીએ ખાતેનો પ્રતિનિયુક્તિનો કાર્યકાળ આગામી એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં પૂર્ણ થશે. ત્યારે પી.સી.સી.એફ. તરીકે શ્રી મેહતા ડીપીએ ચેરમેન તરીકે રહેશે કે પેરેન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પરત જશે તે કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના આદેશ બાદ સ્પષ્ટ થશે.

Related Articles

Total Website visit

1,607,906

TRENDING NOW