Tuesday, June 9, 2026

ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલમા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અનોખી રીતે યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલમા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અનોખી રીતે યોજાયો

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલમા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાય ગયો. વિદાય કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી , શાળામા અભ્યાસની સાથે યોજાતી પ્રવુતિ જેવી કે ખેલ મહાકુંભમા જિલ્લા કક્ષા એ, વિજ્ઞાન મેળામા જિલ્લા કક્ષાએ, કલા ઉત્સવમાં જિલ્લા કક્ષા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને ગામના સરપંચશ્રી દિનેશભાઇ પારજીયા એ ઇનામ આપીને બિરદાવ્યા હતાં.. વિદ્યાર્થીઓએ શાળામા વિતાવેલ સમયના પ્રતિભાવો રજુ કર્યા હતા..શાળામા અભ્યાસ પાછળ શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન બદલ વિદ્યાર્થીઓએ તમામ સ્ટાફનુ ગૌરવ વર્ણવ્યું હતું..ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ શાળાને ન્યુઝ પેપર સ્ટેન્ડની ભેટ આપીને ઋણ વ્યક્ત કર્યુ હતું..

આ તકે ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાખરેચી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તેમજ માળીયા પોલીસ વિભાગ તરફ થી પેન આપીને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદાય સમારોહને યાદગાર બનાવવા માટે સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, રૂમાલ દાવ જેવી જુદી જુદી રમત રમાડીને વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો.ત્યારબાદ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્ટાફ સાથે રાસ ગરબા રમ્યા હતા.

શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ બરાસરા એ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામા ચિંતા ન કરવી, શું ધ્યાન રાખવુ , કેવી રીતે તૈયારી કરવી જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરીને બિરદાવ્યા હતા. તમામ શાળા સ્ટાફગણે પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી..

અંતે શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણીયા એ વિદ્યાર્થીઓને શાળાના મહત્વની,વિદ્યાર્થીના ઘડતરની વાતો અને આત્મવિશ્વાસ સાથે મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં સફળ થાવ તેવી શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ ભાવુક થયી ગ્યા હતા.બધા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ નાસ્તો કરીને છુટા પડ્યા હતા..અને છેલ્લે વિદાયને અનુરૂપ લાગણી સફર વાતાવરણ જોવા મળ્યું હતું..

Related Articles

Total Website visit

1,607,941

TRENDING NOW