Tuesday, June 9, 2026

સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોના ગાંધીનગરમાં ધરણાં…..

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોના ગાંધીનગરમાં ધરણાં…..

ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ રાજ્યના 2000થી વધુ મુખ્યશિક્ષકો (HTAT આચાર્ય)એ બદલીના નિયમોની માંગણી મુદ્દે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન યોજયું હતું.

જેમાં મોરબી જિલ્લાના 75થી વધુ HTAT આચાર્યો જોડાયાં હતાં. મોરબી જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે વર્ષ 2012થી ફરજ બજાવતાં આચાર્યોની બદલી આજદિન સુધી થઈ નથી, એ માટે કોઈ પણ પ્રકારના નિયમો બન્યા નથી. માત્ર આશ્વાસન આપી નિયમો આવશે આવશે એવા વાયદાઓ આપવામાં આવી રહ્યાં હોય તમામ આચાર્યો નાસીપાસ થયાં છે અને પરિણામે સંગઠિત થઈ ધરણાં ઉપર ગાંધીનગર ખાતે એકત્રિત થઈ, વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.

મોરબી જિલ્લાનું નેતૃત્વ વિનોદ ગોધાણી, મુકેશ મારવાણીયા, રાવત કાનગડ, હિરેન ઘોરીયાણી, મનન બુધ્ધદેવ સહિતનાએ કર્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલ આ ધરણાં કાર્યક્રમમાં બદલીના નિયમો જાહેર કરો એવું સૌ આચાર્યએ બુલંદ અવાજે કહ્યું હતું.

Related Articles

Total Website visit

1,607,942

TRENDING NOW