-:એસીબી સફળ ટ્રેપ:-
ટોલ ફ્રી નંબર:-૧૦૬૪
ફરીયાદી: એક જાગૃત નાગરીક
આરોપી:
(૧) ભાવિન મનહરભાઇ પરમાર, ફોજદારી ક્લાર્ક (જેલર), મામલતદાર કચેરી, વિજાપુર
(૨) જૈમિનકુમાર વિનાયકભાઇ મિસ્ત્રી નાયબ મામલતદાર, પુરવઠા, વિજાપુર મામલતદાર કચેરી, તા.વિજાપુર જી.મહેસાણા
(૩) કલ્પેશ અમૃતભાઇ મકવાણા, આઉટ સોર્સ (પટાવાળા), વિજાપુર મામલતદાર કચેરી, તા.વિજાપુર જી.મહેસાણા.
લાંચની માંગણીની રકમ:
રૂ.૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૧૫,૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ:
રૂ.૧૫,૦૦૦/-
ટ્રેપની તારીખ :
તા.૨૦/૦૧/૨૦૨૪
ટ્રેપનું સ્થળ:
વિજાપુર મામલતદાર કચેરીના મેઇન ગેટની આગળ, મહેસાણા- હિંમતનગર હાઇ-વે રોડની બાજુમાં, જી.મહેસાણા.
ટુંક વિગત:
આ કામે ફરીયાદીનો જમાઇ તથા કૌટુંબિક ભત્રીજો મહેસાણા વસાઇ પો.સ્ટે. માં દાખલ થયેલ ગુન્હાના કામે વિજાપુર સબ જેલ ખાતે રાખવામાં આવેલ. જેમાં ફરીયાદીના જમાઇ નાઓને હાર્ટની તકલીફ થતાં વડનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. તેઓ બંનેને વિજાપુર સબ જેલ થી મહેસાણા સબ જેલ ખાતે ટ્રાન્સફર કરવાના હોય, આ કામના ફરીયાદીશ્રીએ આરોપીનં.૧ તથા ૨ નાઓનો સંપકઁ કરતા, સબજેલ ટ્રાન્સફર નહી કરવા રૂ.૧૫,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ. જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપેલ. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આરોપી નં.૩ નાએ આરોપી નં.૧ ના કહેવાથી લાંચની રકમ સ્વિકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂ.૧૫,૦૦૦/- સ્વિકારી ત્રણેય આરોપીઓ પકડાઇ ગયેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી:
શ્રી ટી.એમ.પટેલ,
ઇન્ચાર્જ ફિલ્ડ પો.ઈન્સ.,
ગાંધીનગર એ.સી.બી. એકમ.
સુપરવિઝન અધિકારી :
શ્રી એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ.





