Friday, March 20, 2026

કચ્છ ના ખાવડા નજીક થી પાકિસ્તાનની સીમા માંથી આવેલ ઘૂસણખોર ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

કચ્છ ના ખાવડા નજીક થી પાકિસ્તાનની સીમા માંથી આવેલ ઘૂસણખોર ઝડપાયો.

પ્રજાસત્તાક દિનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સીમા પર જવાનો સતર્ક છે. આ વચ્ચે ગઇકાલે ખાવડા પાસેની સરહદ પર એક પાકિસ્તાની મૂક-બધિર ઘૂસણખોરને સીમા સુરક્ષા દળે ઝડપી લીધો હતો. આ ઘૂસણખોર પાસેથી કોઇ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી ન હતી. છેલ્લા કેટલાક સમયથી કચ્છની દરિયાઇ સીમાએથી માદક પદાર્થ મળવાના તેમજ દરિયાઇ તથા ક્રીક અને હરામીનાળા જેવા વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોવાની ઘટના બનતી રહે છે, ત્યારે વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. ગઇકાલે ખાવડા બાજુની 1136 બીઓપી પાસેથી સામેપારથી સીમા ઓળંગી આવી રહેલા શંકાસ્પદ શખ્સને ત્યાં ચોકી પહેરો કરતા સીમા સુરક્ષા દળના જવાનોએ તેને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલો ઘૂસણખોર માનસિક રૂપથી અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ પણ આપવામાં અસમર્થ હોવાનું તેમજ તેની પાસેથી તેની ઓળખ સંબંધની કે અન્ય કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું બીએસએફની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW