કૂરંગાનો દરિયો કંપનીના પ્રદૂષણના કારણે બ્લ્યૂના બદલે વ્હાઈટ થઈ ગયો!
દ્વારકાના કૂરંગા પાસે આરએસપીએલ ઘડી કંપની દ્વારા થતાં પ્રદૂષણને લીધે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને ૩૦ દિવસ બંધ કરવા હુકમ કર્યો છે તથા મામલો હાઈકોર્ટમાં છે અને વર્ષોથી ખેડૂત દ્વારા ચાલતી લડતમાં પ્રથમ વખત કાર્યવાહી કડક થઈ છે ત્યારે કંપની દ્વારા રોજ બાર લાખ લીટર પાણી દરિયામાં છોડાય છે તેના સામે પણ વિરોધનો વંટોળ શરૃ થયો છે તથા આ સામે પણ પર્યાવરણવાદીઓ નારાઝ થયા છે.
ઘડી કંપની તેના સોડા એશ પ્લાંટમાં ઉપયોગ કરવા રોજ આશરે બાર લાખ લીટર દરિયાનું લેવામાં આવે છે અને પ્લાંટમાં ઉપયોગ કરીને ફરી દરિયામાં છોડવામાં આવે છે પણ કહેવાય છે કે પાણી ઉપયોગ લીધા પછી જિલ્લાની અન્ય કંપનીની જેમ તેમાં પ્રદુષણમુકત પદાર્થો કાઢવાના બદલે અથવા પ્રક્રિયા મોદી કરીને ફરી દરિયામાં પાણી ઠાલવાતા રોજ બાર લાખ લીટર પાણી આવ્યું દરિયામાં જતાં કૂરંગા ઘડી કંપની પાસેનો દરિયો બ્લુને બદલે સફેદ થઈ ગયાનું સ્પષ્ટ દેખાવા માંડ્યું છે જેનું કારણ જળ પ્રદૂષણ જ છે !!
ઘડી કંપનીના બાજુમાં આવેલ ગોઝીનેશ ગામમાં તો સવારે ઘરમાં રસ્તા પર ધુમાડો કેમીકલના થર કાળા થઈ જાય છે તો અનેક વ્યક્તિને પગમાં ચાંભા પડી જવા માછીમારોને આંખોમાં તકલીફ અને આવી જ તકલીફ કૂરંગાના પણ કેટલાય લોકોને થવા માંડી છે.
મોટા ઉદ્યોગો આવે તેથી પ્રદેશમાં રોજીરોટી વધે લોકોના ધંધા રોજગાર વધે તે આવકાર્ય છે, પરંતુ પર્યાવરણના નાશ થાય જીવસૃષ્ટિ વિનાશ થાય તેવી રીતે ઉદ્યોગનું સંચાલન થાય તે કેટલે અંશે વ્યાજબી ગણાય?
આ બાબતે પર્યાવરણવાદીઓ પણ સંગઠીત થઈને કંપની દ્વારા રોજ છોડાતા લાખો લીટર પાણીના મુદ્દે પણ રાજ્ય સરકાર તથા ન્યાયતંત્રના દ્વારા ખખડાવવા આયોજન કરી રહ્યા છે.
દ્વારકા શિવરાજપુર બ્લુ ફલેગ બીચ, સીગ્નેચર બ્રીજ, દ્વારકા કોરીડોર, બેટ દ્વારકા, કોરીડોર વિગેરેને કારણે સમગ્ર દેશ-વિદેશમાં પર્યટન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યું છે ત્યારે આવી રીતે પર્યાવરણ જીવસૃષ્ટિને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ વિકાસમાં પણ નુકસાનકારક બને તેવી પૂરી સંભાવના છે.





