દ્વારકા
દ્વારકા જિલ્લાની પ્રથમ પશુઓ માટેની આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ ગણેશ ગઢ ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ નુ લોકાર્પણ આજે વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા ના હસ્તે કરવામાં આવ્યું હતું
દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ નુ લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ ને કુદરતની સેવામાં અર્પણ કરાઇ છે ગણેશ ગઢ ગામે જિલ્લાની પ્રથમ હોસ્પિટલ ની સાથે 31000 હજાર વૃક્ષો પણ રોપણ કરવામાં આવ્યા છે વન પર્યાવરણ મંત્રીના હસ્તે જીવદયા હોસ્પિટલ ની વેબ સાઇડ તેમજ પક્ષીઓ માટેના હેલ્પલાઇન નંબર 63563 94000 નંબર પણ જાહેર કરાયો છે




આશરે 5 કરોડ ના ખર્ચે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા આ જીવદયા હોસ્પિટલ બનાવામાં આવી છે અહી આશરે મહિને 25 લાખ જેવી રકમના ખર્ચે વિના મૂલ્યે 24 કલાક જીવદયા સારવાર સેવા અને પશુ પક્ષીઓના પુંનવર્સન કરવામાં આવશે અહી આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ બની છે અહી કામ કરતી જીવદયા ની ટીમે અત્યાર સુધી 10 હજારથી વધુ પશુ પક્ષીઓના રેસકયુ કર્યા છે અહી મુંગા અબોલ પશુઓની સારવાર વિના મૂલ્યે થશે અહી 31 હજાર થી વધુ વૃક્ષો વાવવમાં આવ્યા છે મિયામી વન અહી ઉભુ થશે ત્યારે પ્રકૃતિની ગોદ માં પશુ પક્ષીઓ સારવાર લઈ પ્રકૃતિની ગોદમાં છુટા મુકાશે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બનાવામાં આવેલ આ હોસ્પિટલ જિલ્લાની પ્રથમ હોસ્પિટલ છે જેમાં આધુનિક સાધનો સાથે જીવદયા ની ટાઈમ એમ્બ્યુલન્સ સહિત 24 કલાક ખડેપગે સેવા આપશે આજે યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ,ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સદસ્ય અને તાલુકા પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે બા પ્રેરણા ગ્રુપના આશિષ મીઠાણી તેમજ પ્રેમ કંડોલિયા સહિત બા પ્રેરણા ગ્રૂપનો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો





