Friday, July 3, 2026

હળવદ ટીકર ચોકડી પાસે લુખ્ખાઓનો આતંક

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટીકર ચોકડી પાસે લુખ્ખાઓનો આતંક

હળવદ: હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે ટીકર ચોકડી પાસે યુવકની દુકાન બહાર એક શખ્સે આવી યુવક પાસે ઉછીના પૈસા માંગેલ યુવકે પૈસા આપવાની ના પાડતાં શખ્સ દુકાને આવી યુવક તથા સાહેદો સાથે ઝપાઝપી કરી દુકાનમાં નુકસાન કરી આતંક મચાવી યુવકના પરિવારજનોને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબહરેશભાઈ પ્રેમજીભાઈ અગોલા (ઉ.વ.૩૭) રહે. અજીતગઢ ગામ તા. હળવદવાળાએ આરોપી જયેશભાઇ હરીભાઇ ડાંગર રહે. અજીતગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૩ ના રોજ સવારના દશેક વાગ્યાથી સાંજના પોણા છ દરમ્યાન અલગ અલગ સમય દરમ્યાન આરોપી ફરીયાદીની દુકાન પાસે આવી ઉછીના પૈસા માંગેલ અને પૈસા ન આપતા જતા રહેલ ફરીવાર આરોપી ફરીયાદીની દુકાન પાસે આવેલ બોલાચાલી કરી રાજેશભાઇએ સમજાવતા એકદમ ઉશકેરાય જઇ દુકાના પાઇપ તથા કાચના બોક્સને નુકશાન કરેલ બાદ ફરીયાદીને ફોન કરી જણાવેલ કે દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવીદવુ તેમ બોલી ધમકી આપેલ અને થોડીવારમાં આરોપી દુકાન પાસે આવી સાહેદ સાથે જપા જપી કરી પાઇપથી ભુંદરભાઇને ડાબા હાથના અગુંઠામાં મારી ફેકચરની ઇજા કરી જતો રહેલ અને રાત્રીના ફરીયાદીને ફોન કરી દુકાને આવ તને તથા તારા પરીવારને જોઇ લેવા છે. બધાય પરીણામ ભોંગવા તૈયાર રહેજો તેમ ધમકી આપી હોવાથી ભોગ બનનાર હરેશભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૪૨૭,૫૦૭,૩૨૫ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,379

TRENDING NOW