મોરબીના નવા જાંબુડીયા ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક પકડાયો
મોરબી: મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકેથી જાહેરમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકેથી આરોપી પંકજભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૫) રહે. ધર્મ સિધ્ધિ સોસાયટી નવા જાંબુડીયા તા. મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૦૨૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.





