ટંકારા: મિતાણા ચોકડી પાસેથી બીયર ટીન સાથે એક પકડાયો
ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાની મિતાણા ચોકડી નજીક આરોપી સુરેશ ઉર્ફે સુરો દાનાભાઈ હણ (ઉ.વ.૨૧) રહે. મોરબી પરસોત્તમચોક રવાપર રોડ શેરી નં -૦૫ મોરબીવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૨ કિં રૂ.૨૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





