Wednesday, July 8, 2026

મોરબીના કાલીકા પ્લોટમાંથી વિદેશી દારૂની 9 બોટલો સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલીકા પ્લોટમાંથી વિદેશી દારૂની 9 બોટલો સાથે એક પકડાયો

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમા જાહેર રોડ પરથી આરોપી સાહીલભાઈ ઉર્ફે સવો રહેમાનભાઈ ચાનીયા (ઉ.વ.૨૦) રહે. કાલીકા પ્લોટ શેરી નં -૧૧ મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએચ-૧૬૫૮ કિં.રૂ.૨૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ.૯૦૦ તથા એક્સેસ મોટરસાયકલ કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાહીલભાઈ ઉર્ફે સવો ને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,614,068

TRENDING NOW