Friday, July 10, 2026

વાંકાનેરના કોઠારીયા ગામેથી બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના કોઠારીયા ગામેથી બાઈકની ચોરી

વાંકાનેર: વાકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામે એમ.એસ.પાનની દુકાન પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ યુવકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા દાઉદભાઈ સતારભાઈ અબ્બાસી (ઉ.વ.૪૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૦-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે ફરીયાદીનુ હીરો એચ.એફ.ડીલક્સ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AE-7321 કિં રૂ.૬૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર દાઉદભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,616,530

TRENDING NOW