Friday, July 10, 2026

માળિયાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર શખ્સ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર શખ્સ પકડાયો

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૯૭૦૦૦ ની ચોરી કરી જનાર ઈસમને માળિયા (મી) પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કિશોરભાઈ શીવાભાઈ ધામેચા (ઉ.વ.૪૨) રહે. નીરુબેનનગર ગામ તા. માળીયા (મી)વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાથી ૨૩-૧૦-૨૦૨૩ ના સવારના આઠેક વાગ્યા દરમ્યાન ફરીયાદીના રહેણાંક મકાને રાત્રીના સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના ઘરની બારી તોડી ઘરમા પ્રવેશ કરી લોખંડના કબાટમા લોકરમા રાખેલ સોનાનો હાર આશરે બે તોલાનો જેની આશરે કિંમત રૂપીયા-૮૦,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧૭,૦૦૦/- એમ કુલ રૂપીયા ૯૭૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર કિશોરભાઈએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી ફરીયાદીના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી આરોપી સીરાજભાઈ સીદીકભાઈ માણેક (ઉ.વ.૨૦) રહે. નીરુબેનનગર ગામ તા. માળિયા (મી)વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,616,534

TRENDING NOW