મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય ગીરીશભાઈ શેઠનો પુત્ર પાર્થનો આજે જન્મદિવસ નિમિત્તે મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરવામાં આવ્યા હતા. બાળકોને આનંદિત કરી પાર્થએ જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જાગૃતિબેન, જયશ્રીબેન, નિર્મળાબેન જોડાયા હતા.











