દેવભૂમિ દ્વારકા નાં ગામડા માં વીજ કંપની ની જોહુકમી સામે આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા ૧ દિવસ નો પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી વીજ ઉત્પાદન કરતી અને વીજ પરિવહન કરતી કંપનીઓને વર્તમાન સરકાર અને જિલ્લા પ્રશાસન તંત્ર અને પોલીસ તંત્રના સાથ સહકાર થી ખેડૂતો પર અમાનુસી અત્યાચાર થઈ રહયો છે, જેમાં ખેડૂતોને તેમના ખેતરોના યોગ્ય વળતરનો અભાવ અને ઉભા પાકમાં કોઈપણ જાતની પરવા કર્યા વગર કંપનીઓ પોતાના મનસ્વી વર્તનના હિસાબે કામ કરે છે, ખેડૂતોના બોર-કુવા માલ -ઢોર કે પાકની તથા જમીનની હાલના સમય મુજબની કોઈપણ જાતની વળતરની બાબતમાં પરવા કર્યા વગર થતા કામ અને હાલમાં ભટ્ટ ગામ થી રિલાયન્સ રિફાઇનરી સુધી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવતા કામ બાબતે જિલ્લાના તમામ ખેડૂતોને જોડીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટર કચેરી સામે એક દિવસના પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમ રાખી ને ડબલ એન્જિનની સરકાર અને જિલ્લા પ્રશાસન તંત્ર ની ખેડૂતો પ્રત્યે આંખ ઉઘડે અને ખેડૂતો ને યોગ્ય ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે પ્રતિક ઉપવાસનો આયોજન રાખેલ હતો….









