Sunday, July 26, 2026

હળવદના નવા અમરાપર ગામે યુવાન પર એક શખ્સનો છરી વડે જીવલેણ હુમલો 

Advertisement
Advertisement
Advertisement

હળવદના નવા અમરાપર ગામે યુવાન પર એક શખ્સનો છરી વડે જીવલેણ હુમલો 

હળવદ: હળવદ તાલુકાના નવા અમરાપર ગામે યુવાનને શખ્સે જણાવેલ કે મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી તું મારા ખોટા નામ કેમ આપે છે કહી યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજુભાઇ મેરૂભાઈ બાલાસણીયા (ઉ.વ.૨૭) રહે. નવા અમરાપર ગામ તા. હળવદવાળાએ આરોપી કિશન ચંપકભાઈ બાલાસણીયા રહે. ઘનશ્યામગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદી ના ઘરે આવી ફરીયાદીને આરોપીએ જણાવેલ કે મારે તારી પત્ની સાથે કોઇ સંબધ નથી તુ મારા ખોટા નામ કેમ આપે છે. તેમ કહી પોતાના હાથમા રહેલ છરી વડે ફરીયાદિને ગળાના ભાગે ઇજા કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર રાજુભાઇએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૪,૪૫૨,તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,944

TRENDING NOW