મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી બિયરના છ ડબલા સાથે એક ઝડપાયો
મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર મોરબી એ ડિવિઝન પોલીસે એકટીવા પર પસાર થતા એક શખ્સને રોકી તેની તપાસ કરતાં તેની પાસેથી બીયરના છ ડબલા મળી આવ્યા હતા ત્યારે પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર પસાર થતા આરોપી સચીનભાઈ નીતીનભાઈ દક્ષીણી રહે.દફતરી શેરી ગ્રીન ચોક વાળાને રોકી તલાસી લેતા એક્ટિવામાંથી બડવાઇઝર બ્રાન્ડ બીયરના 6 ડબલા કિંમત રૂપિયા 600 મળી આવતા પોલીસે 20 હજારના એક્ટિવ સહીત 20,600નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.





