ચાઇના કલેના ત્રણ ગેરકાયદેસર ટ્રક પકડી પાડતુ ખાણ ખનીજ વિભાગ.
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ હોતી નથી, આવું લોક મુખે ચર્ચા થઈ રહી હતી ઉપરાંત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો પણ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં નંબર પ્લેટ વગરની ખાણ ખનીજ ના ટ્રકની વાત કરવામાં આવી હતી ત્યાર બાદ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકની હદમાંથી ત્રણ ટ્રક અને માટી સહિત કિ.રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર, કંડલા વાંકાનેર નેશનલ હાઇવે પર દરરોજ હજારોની સંખ્યામાં ટ્રક માર્ટી અને અન્ય સિરામિક રો મટીરીયલની હેરાફેરી કરતા હોય છે. આવા ટ્રકની સાથે સાથે કેટલાય ટ્રક ચાલકો કોઈ પણ પ્રકારની મંજૂરી વીના આડેધડ ચાઈના કલે પ્રકારની માટીની ગેર કાયદેસર હેરાફેરી કરી મોરબીના ઉધોગોને ગેર કાયદેસર વેચતા હોય તેવી બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ અઘિકારી જે.એસ.વાઢેરની સૂચનાથી માઇન્સ સુપર વાઈજર જી.કે ચંદારાણા અને મિતેષ ગોજિયા તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન જીજે-૧૨-ઝેડ-૭૦૭૨, જીજે-૧૨-એઝેડ-૭૨૮૪ અને જીજે-૧૨બીઝેડ-૫૯૬૯ નંબર પ્લેટ વાળા ત્રણ ટ્રકને રોકી તેમાં તપાસ કરવામાં આવતા ત્રણેય ટ્રકમાંથી ગેર કાયદેસર ચાઈના કલે મળી આવી હતી. જે ગેર કાયદેસર ચાઈના કલે મળી કુલ કિ.રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. અને આરોપીઓને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.





