મોરબી માળિયા હાઇવે પર રોડની સાઈડમાં ઉભેલ ટ્રક ટ્રેઇલર પાછળ બાઈક ઘૂસી જતાં બાઈક ચાલકનું મોત.
મોરબી – માળીયા હાઇવે પર સોખડા ગામ ના પાટીયા પાસે રોડની સાઈડમાં ઉભેલ ટ્રક ટ્રેઇલર ની પાછળ બાઈક ઘૂસી જતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભેલા આરજે – 52 – GA – 8411 નંબરના બંધ ટ્રક ટ્રેઇલર પાછળ બાઈક ઘુસી જતા બાઈક ચાલક રફીકભાઈ તાજમહમદભાઈ ભટ્ટી ઉ.37 રહે.માળીયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





