બાકી માલના પૈસા ન ચૂકવતાં વેપારીના ત્રાસથી મેનેજરે બ્લેડના છેકા માર્યા.
મોરબીના નવા જાંબુડિયા ગામ નજીક મિનરલ પ્લાન્ટ માટે ઉધારમાં બેલ્ટ ખરીદી લાવનાર મેનેજરના શેઠે બાકી રકમ ન ચૂકવતા વેપારીએ મેનેજરને ગાળો આપી હોઈ ત્યારે ફરિયાદીએ પોતાની જાતે બ્લેડના છેકા મારી દેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા જાંબુડિયા નજીક આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટના મેનેજર ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહેલ તેમના શેઠ આંનદભાઈ કૈલાના કહેવાથી ઘૂંટુ રોડ ઉપર આવેલ રાધે એન્ટરપ્રાઇઝ માંથી આરોપી મયુરભાઈ મૂંધવા પાસેથી રૂ.70 હજારના બે બેલ્ટ ચલણથી લાવ્યા હતા. બાદમાં આ બેલ્ટના પૈસાની અવાર નવાર ઉઘરાણી કરી આરોપી મયુરભાઈ મૂંધવાએ ગાળો આપી હતા અને ફરિયાદી બાદમાં બ્લેડથી ચેકો મારી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





