ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો.બે ની શોધખોળ શરૂ.
ભારત વેસ્ટેન્ડિઝ વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા એક શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપી લઈ ઓનલાઈન આઈડી આપનાર બે વ્યક્તિને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ભારત વેસ્ટેન્ડિઝ વચ્ચે રમાઇ રહેલ વનડે ક્રિકેટ મેચમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે જુગાર રમી રહેલા આરોપી વિશાલ લાલજીભાઈ સોનાગરા નામના શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસેથી ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.





