મોરબીના ઘુંટુ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા.
મોરબીના ઘુંટુ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા હતા ત્યારે પોલીસે તેમનાં વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર શ્રીનાથજી કાંટા સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સવજીભાઇ જીવાભાઇ ચારોલા ગુણવંતભાઇ નારાયણભાઇ પટેલ, કેતનભાઇ નરભેરામભાઇ પનારા અને જલ્પેશભાઇ વિનોદભાઇ ઘોડાસરાને સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 11,250 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.





