મોરબી વાવડી રોડ પર સીએનજી રીક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત.
મોરબીના વાવડી રોડ પર નયારા પેટ્રોલપંપ પાસે બે સીએનજી રીક્ષા વચ્ચે વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે ગુન્હો નોંધી હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે – 36 – U – 7871ના ચાલકે પુર ઝડપે પોતાની રીક્ષા ચલાવી જીજે – 36 – U – 2168 નંબરની રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક સચીનભાઈ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રીક્ષા ચાલકના મોટાભાઈ સુનિલભાઈ હકાભાઈ પરમારે રીક્ષા નંબર જીજે – 36 – U – 7871ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





