Wednesday, June 24, 2026

સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

મોરબી સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં મારી શાળા હરિયાળી શાળા કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે આ અંગે વધુ માહિતી મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં તારીખ 21 જુલાઈ ને શુક્રવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના આચાર્યા પારૂલબેન હીરપરા, શિક્ષકો મહેન્દ્રભાઈ કોરાટ, નરભેરામભાઈ કોટડીયા, ગાહા પિનાઝબેન, સોલંકી બિનાબેનએ સાથે રહીને વિદ્યાર્થિનીઓને વૃક્ષોનો પરિચય કરાવીને 100 જેટલા વૃક્ષાનું રોપણ કરાવ્યું હતું. સાથે જ જુદા-જુદા વૃક્ષોની ઉપયોગિતા અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. આમ શાળા દ્વારા પર્યાવરણ જાળવણી અને પ્રદુષણ અટકાવવામાં વૃક્ષોનું મહત્વ સમજાવી પ્રાકૃતિક શિક્ષખની વૃદ્ધિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,609,206

TRENDING NOW