વાંકાનેર ચોટીલા હાઇવે પર દારૂના જથ્થા સાથે બે ઝડપાયા.
વાંકાનેર ચોટીલા હાઇવે પર વિદેશી દારૂની બોટલો સાથે બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર લીંબાળાધાર નજીક આવેલ બજરંગ હોટલ પાસે દરોડો પાડી પડતર જગ્યામાંથી વાઈટ લેસ વોડકાની 78 બોટલ કિંમત રૂપિયા 29,250 કબ્જે કરી આરોપી વિવેક મંછારામ ગોંડલીયા રહે.ગારીયા અને બળવંત નાગરભાઈ સાંકળીયા રહે.મકનસર નામના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





