હળવદ તાલુકામાં બે અલગ અલગ જગ્યા એ થી વરલી નો જુગાર રમતા બે ઝડપાયા.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસે શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ પાસેથી આરોપી સોમાભાઈ છગનભાઇ રાઠોડને વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2410 કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં હળવદ ટિકર રોડ ઉપરથી પોલીસે ભુપત લખમણ બજાણીયા નામના શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 220 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





