Tuesday, June 23, 2026

ટ્રક ચાલકે રિક્ષા ચાલકને હડફેટે લેતા અકસ્માત,ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

ટ્રક ચાલકે રિક્ષા ચાલકને હડફેટે લેતા અકસ્માત,ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ.

મોરબી તાલુકાના સાપર તથા ગાળા ગામ વચ્ચે આવેલ નાળા પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકનાં મિત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા કાળુભાઇ સગ્રામભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૦) એ આરોપી કંન્ટેનર(ટ્રક) રજીસ્ટર નંબર – GJ-12-BV-6717 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૨૩ ના બપોરના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળુ કંન્ટેનર (ટ્રક) રજીસ્ટર નંબર- GJ-12-BV- 6717 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના મિત્ર સાહીલભાઇ સોંડાભાઇ સિહોરા વાળાની સી.એન.જી રીક્ષા નંબર GJ-36-U-5627 વાળીને સામેથી આવી હડફેટ લઇ અકસ્માત કરી રીક્ષાને પ્લટી ખવડાવી સાહીલભાઇના પગમા ફેકચર જેવી ઇજા કરી તથા માથાના ભાગે છાતની ભાગે તથા આંખના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી પોતાનો કંન્ટેનર (ટ્રક) રજી નંબર GJ-12-BV- 6717 વાળો ત્યા મુકી ત્યાથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મિત્ર કાળુભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,148

TRENDING NOW