Monday, August 24, 2026

સાસરીયા પક્ષ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી.

Advertisement
Advertisement
Advertisement

સાસરીયા પક્ષ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી.

મૂળ મોરબીના રફાળેશ્વર ગામે પિયર પક્ષ ધરાવતી પરિણીતા એ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ચોટીલાના લાખણકા ગામે રહેતા તેના સાસરીયા પક્ષ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. ત્યારે મહિલા પોલીસ દ્વારા આ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છુનગરમા માવતરના ઘેર રહેતા સેજલબેન નંદલાલભાઈ સોલંકીએ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા પતિ નંદલાલભાઈ મંગાભાઈ સોલંકી, સસરા મંગાભાઈ સોલંકી અને સાસુ રૂપાબેન મંગાભાઈ સોલંકી દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323, 504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,626,597

TRENDING NOW