Sunday, March 8, 2026

મોરબીમાં નાના ભાઈની હત્યા કરનાર હત્યારો મોટો ભાઈ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં નાના ભાઈની હત્યા કરનાર હત્યારો મોટો ભાઈ ઝડપાયો.

મોરબીમાં વડીલોપાર્જિત મિલકતમાં બે સગા ભાઈ વચ્ચે લાઈટ બાબતે બોલાચાલી થતા મામલો બીચકયો હતો અને મોટાભાઈએ ફરમા અને ઈંટના ઘા ઝીંકી નાના ભાઈ ની હત્યા કરી હોય જે બનાવ મામલે હત્યાની ફરિયાદ નોંધી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ચામુંડાનગરમાં રહેતા ફરિયાદી પ્રકાશભાઇ પ્રેમજીભાઇ સોલંકીએ આરોપી અમરશીભાઇ જેઠાભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો વડીલો પાર્જીત પ્લોટ આવેલો છે. જેમા તેમના પિતા પ્રેમજીભાઇ, કાકા તથા તેમના મોટા બાપુ એમ ત્રણેયે ભાગ પાડેલ હોય અને મિલકતમાં લાઈટ લેવા બાબતે આરોપી અમરશીભાઈએ તમોએ ભાગ બરાબર પાડેલ નથી મને ઓછી જગ્યા આપેલ છે કોઇ લાઇટ આપવી નથી તેવુ કહીને ઝઘડો કર્યો હતો અને અમરશીભાઇ મકાનની છત ઉપરથી ગાળો બોલતા હતા અને પોતે છુટા ઇટુના તથા લાકડાના તથા લોખંડના ફર્મા જે હાથમા આવે તેના છુટા ઘા મારતા હતા અને પ્રેમ્જીબાઈ સોલંકીને માથામાં અને શરીરે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમીયાન તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ પ્રેમજીભાઈ સોલંકીનું મોત થયું હતું જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકી રહે સો ઓરડી ચામુંડાનગર મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW