મોરબીના લેબર કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં મોરબી પોલીસી આરોપીનો કબજો મેળવ્યો, કોટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
મોરબીમાં લેબર કોન્ટ્રાકટરનું અપહરણ કરીને નાસી ગયેલા ઇસમોએ જોડિયા પોલીસે ઝડપી લીધા હોય જ્યાંથી આરોપીઓનો કબજો મેળવી મોરબી પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા
મોરબીના લેબર કોન્ટ્રાકટર હિતેશભાઈ બાબુલાલ રામાવત સાથે ઝઘડો કરી ગાડીમાં બેસાડી અપહરણ કરી બાદમાં રસ્તામાં ઉતારી દઈને બંને ઈસમો અન્ય મહિલા આરોપીને પણ ઉતારી દઈને સ્કોર્પીઓ કારમાં જોડિયા તરફ નાસી ગયા હતા જ્યાં જોડિયા પોલીસે ફાયરીંગ કરી તેમજ ફિલ્મી ઢબે પીછો કરીને બંને આરોપીને કાર અને બે મોબાઈલ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા
જે આરોપીઓ સલીમ દાઉદ માણેક રહે ક્રિષ્ના પાર્ક વાવડી રોડ મોરબી અને રફીક ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હોય જેથી જોડિયા પોલીસ પાસેથી સોમવારે કબજો મેળવ્યો હતો અને મોરબી લાવવામાં આવ્યા હતા જે બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા હતા.





