વાંકાનેરમાં શિવાજીપાર્ક નજીકથી બાઈકની ઉઠાંતરી
વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી શિવાજીપાર્ક-૧ નજીક રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગબનનારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટી શિવાજીપાર્ક-૧ માં રહેતા કમલેશભાઈ નરશીભાઈ મકવાણા (ઉ.વ.૩૭)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૨-૨૦૨૨ થી ૨૮-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે ફરીયાદી તેઓનુ હીરો કંપનીનુ સ્પેલન્ડર આઈસ્માર્ટ બ્લેક-રેડ કલરનુ મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-H-6824 જે સને-૨૦૧૭ નું મોડલ જેની કિંમત આશરે રૂ.૨૦,૦૦૦/- વાળુ ફરીયાદીના ઘર પાસે રોડ ઉપર પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે કમલેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





