વાંકાનેર: બ્લીઝાર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ મશીન સાથે માથું અથડાતા યુવાનનું મૃત્યુ
મોરબી: વાંકાનેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ મશીનમાં માથું ભટકાતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ વિક્રમભાઈ સુખાભાઈ બાંભવા ઉ.વ.૧૮ રહે. ભોજપરા તા.વાંકાનેર વાળાનું કામ કરતી વેળાએ મશીનમાં માથું ભટકાતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





