Sunday, June 21, 2026

મોરબીમાં તા.10 થી 16 સુધી પંડિત આયુષકૃષ્ણનયનજી મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં તા.10 થી 16 સુધી પંડિત આયુષકૃષ્ણનયનજી મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું આયોજન

મોરબી: મોરબીના આંગણે મોરબીમાં સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કુલની પાછળ, રવાપર – ઘુનડા રોડ મોરબી ખાતે તા. ૧૦ થી ૧૬ નવેમ્બર સુધી સમય ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે પંડિત આયુષકૃષ્ણનયનજી મહારાજના (હરીદ્વાર) શ્રીમુખે ભાગવત કથાનું સત્સંગ સમાજ ગૃપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેનું લાઈવ પ્રસારણ ફેસબુક તેમજ યુટ્યુબ પરથી કરવામાં આવશે.

પંડિત આયુષકૃષ્ણનયનજી મહારાજ વ્યાસાસને બિરાજવાના છે. તેમનો ટુંકો પરિચય આપીએ તો તેઓનો જન્મ ગંગોત્રી (ઉતરાખંડ)ના ગામડામાં ગૌ-શાળામાં થયો અને તેઓ નાનપણથી જ ગર્ભિત કહેતા જન્મજાત શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે તેમની અત્યારની હાલ ઉમર ૧૬ વર્ષની છે. તેમના ૧૬ વર્ષના જીવન દરમ્યાન કુલ ૨૦૬ કથાઓ પૂર્ણ કરી મોરબીને આંગણે ૨૦૭ મી કથાનું રસપાન કરાવશે. તેઓ શ્રી ભાગવત કથા તથા શ્રી રામચરીત માનસ કથા તેમજ દેવી ભાગવતકથા તેમજ શિવપુરાણ, ભકતમાલ કથા પણ કરે છે. તેઓએ પ્રથમ કથાની શરૂઆત માત્ર ૬ વર્ષની ઉમરમાંજ કરેલી તેમનો ભગવાન સાથેનો પ્રેમ અને ભકિતભાવ અજોડ છે. માટે આવામહાપુરૂષ આપણા મોરબી (ગુજરાત) માં પ્રથમ વખત પધારવાના છે. તો તેમની કથામૃત ગંગાનું પાન કરવા અવશ્ય પધારશો રખે ચુકતા નહી અને સાથે મીત્ર મંડળ તેમજ પરિવાર જનોને સાથે પધારવા સત્સંગ સમાજ ગૃપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો 99254 74500/94277 23670.

Related Articles

Total Website visit

1,608,901

TRENDING NOW