Sunday, August 9, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગાંજાના જથ્થા સાથે મહિલા પકડાઈ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગાંજાના જથ્થા સાથે મહિલા પકડાઈ

વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા રહેતી મહિલાને સાડાત્રણ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી પાડલ છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરીયાળા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા વૃદાવન સોસાયટી બાજુમાં રહેતી કરીમા સાગર નાઘોણા ઉ.વ. ૨૫ નામની મહિલાને રૂપિયા ૩૫ હજારની કિંમતના ૩.૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી લઈ રૂપિયા ૫ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,624,902

TRENDING NOW