Sunday, June 7, 2026

વાંકાનેરના વાલાસણમાં ભાયુભાગની જમીન બાબતે ભાઈઓ ભાઈઓ અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં આધેડને માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વાલાસણમાં ભાયુભાગની જમીન બાબતે ભાઈઓ ભાઈઓ અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં આધેડને માર માર્યો

મોરબી: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ભાયુભાગની જમીન મામલે ભાઈઓ ભાઈઓ અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં આધેડને માર માર્યો હોવાની ભોગ બનનારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસીયા એ તેમના જ ગામના રસુલભાઇ અલાવદીભાઇ માણસીયા, સુલ્તાન હુશેનગનીભાઇ માણસીયા, શાહબુદીનભાઇ ઇસ્માઇલભાઇ માણસીયા, અલ્મેજ મામદભાઇ માણસીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૦-૨૦૨૨ ના રોજ ફરીયાદી તથા આરોપીઓ સગા ભાઇ તથા ભત્રીજાઓ થતા હોય, જેથી સંયુકત માલીકીની જમીનમાં ભાયુ ભાગ પડી ગયેલ હોય, તેમ છતા આરોપીઓએ એક સંપ કરી, ફરીયાદીનાં નાના ભાઇ અને આ કામે આરોપી રસુલભાઇ તથા ફરીયાદીનાં મોટા ભાઇનાં દીકરા આ કામે આરોપી સુલ્તાન તથા શાહબુદીનભાઇ તથા અલ્મેજએ ફરીયાદીનાં ઘર પાસે ફળીયામાં આવી, આરોપી અલ્મેજએ પાઇપ તથા આરોપી શાહબુદીનએ પાવડો અને આરોપી સુલ્તાન તથા આરોપી રસુલભાઇએ લાકડીઓ વડે ફરીયાદીને માર મારી, ફરીયાદીને માથામાં તથા કાન પાસે ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા કરી, સાહેદ સીકંદર અબ્દુલભાઇને ઢીકા પાટુ મારી મુંઢ ઇજા કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર અબ્દુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW