‘સેવા એજ સંપત્તિ’ફાઉન્ડેશન દ્વારા આયોજિત લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણ સમારોહ
મોરબી: મોરબીના આંગણે રાષ્ટ્રભકત અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ,મહારેલી તેમજ ક્રાંતિવિરોને વિરાંજલી આપતા અને રાષ્ટ્રવાદ,રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્રસેવાને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હોય આ કાર્યક્રમમાં પધારવાનું સસ્નેહ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સરફરોસી કિ તમન્ના હમારે દિલમે હૈ l દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ l
મહારેલી સ્થળ:- મહારાણા પ્રતાપ સર્કલ,મોરબી-૨ તા.30-10-2022 સમય સાંજે 4:00 વાગ્યે.આ મહારેલીમાં મહારાષ્ટ્રના બેન્ડ નગારા સાથે 75 ઘોડા,5 હાથી,11 બગીઓ,3000 બાઈક 1000 ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે…તો આપ પણ આ મહારેલીમાં જોડાશે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રતિમા અનાવરણ સ્થળ:-
નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ,મોરબી તા. 30-10-2022 સરદાર પટેલ જન્મ જ્યંતીની પૂર્વ સંધ્યાએ સાંજે 5:00 કલાકે તેમજ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરાની સ્થળ: રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ,મોરબી
તા.30-10-22 સમય રાત્રે 9.00 કલાકથી અને ભોજન સમારંભ:- રાનેશ્વર ફાર્મ ખાતે તા.30-10-22 સાંજે 7.00 કલાકે શરૂ કરવામાં આવશે.
તેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન,
મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





