વાંકાનેર નજીક સિરામિક કારખાનામાંથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો
મોરબી: વાંકાનેર નજીક સિરામિક કારખાનામાંથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સરતાનપર રોડ ઉપર સોલારીસ સીરામીક કારખાનામાંથી ગત તા. ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ ગુમ થયેલ દેબુસિંગ સોનીસિંગ સિંહ નામનો યુવાન લાપતા બન્યા બાદ ગઈકાલે સરતાનપર રોડ ઉપર આવેલ કાલસી સીરામીક નજીકથી તેનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





