Saturday, June 6, 2026

વાંકાનેરના વાલાસણ ગામે ભેંસ પાછળ ફળીયામાં જતા યુવતીને બે મહીલા સહિત ચાર શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વાલાસણ ગામે ભેંસ પાછળ ફળીયામાં જતા યુવતીને બે મહીલા સહિત ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ભેંસ છુટી જતા ભેંસ પાછળ ફળીયામાં જતા યુવતીને બે મહીલા સહિત ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા દિનારબેન રસુલભાઈ માણસીયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ તેમના જ ગામના આરોપી મદીનાબેન અબ્દુલભાઈ માણસીયા, રોશનબેન અબ્દુલભાઈ માણસીયા, સીકંદર અબ્દુલભાઈ માણસીયા, અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૧૦-૨૦૨૨ ના રોજ આરોપીઓની ભેંસ છુટીને ફરીયાદી ભેંસનાં ખીલ્લે આવીને ફરીયાદીની ભેંસનો ખીલ્લો તોડાવતા ભેંસ છુટી જતા ફરીયાદી ભેંસ પાછળ આરોપીઓનાં ફળીયામાં જતા આરોપીઓએ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢ માર મારી, તેમજ આરોપી સીકંદરએ લોખંડનું આડુ લઇ ફરીયાદીને કેડમાં મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,758

TRENDING NOW