Tuesday, March 10, 2026

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો, ગુન્હો નોંધાયો

Advertisement
Advertisement
Advertisement

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો, ગુન્હો નોંધાયો

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં ફરિયાદી વિરજીભાઇનો ભત્રીજો વિશાલ વાડીમાં હોજ ગાળવા જતા વલમજીભાઈ ના દીકરા દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, થોડા સમય બાદ ખેતી કરતા પણ રોકી દેવામાં આવ્યા હતા. બાદ ફરિયાદી દ્વારા આ બાબતે આર.ટી.આઇ. કરવામાં આવી હતી. ત્યારે આર.ટી.આઇ ના જવાબમાં જમીનનું સમતિપત્ર આપવામાં આવ્યું હતું. જે ફરિયાદી અનુસાર બનાવતી હોય તેમજ તેમાં જે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય તે પણ તેમના ના હોય ત્યારે આ બાબતે મોરબી કલેકટર પાસે રજૂઆત કરવામાં આવી છે.

બાદ આરોપીઓ દ્વારા ખોટા સમતિપત્રનો ઉપયોગ કરી બિનખેતી જમીન માંથી ફરિયાદીની જમીનમાં ખોટો રસ્તો બતાવી , જમીનને ગેરકાયદેસર દબાણ રસ્તા તરીકે ઉપયોગ કરતા હોય. ત્યારે વલમજીભાઈ કાલરીયા તેમજ પરેશભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદીના નામની જમીન પર કબ્જો કરવા બાબતે ગુન્હો નોંધાયો છે

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW