Sunday, August 2, 2026

મોરબી ના પાવડિયારી ગામ ખાતેથી સંકસ્પદ રીતે મહિલાનો મૃતદેહ મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના પાવડિયારી ગામ ખાતેથી સંકસ્પદ રીતે મહિલાનો મૃતદેહ મળ્યો.

મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ અને મોરબી-માળીયા
હાઇવે રોડની વચ્ચે કેનાલ પર કેરાળા ગામની સીમમાં, પાણીની ખાલી કેનાલમાંથી આશરે ૩૦ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવેલ હતી જે બાબતની નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકાના પાવડિયારી ગામ ખાતે કેનાલ માંથી મળી આવેલ મૃતદેહના હાથના બાવડા
ઉપર હિન્દીમાં ‘‘રમસૂભાઇ ’’ તથા ‘‘ અનીતીબેન ’’ ત્રોફાવેલ હોયજેની તપાસ દરમ્યાન પોલીસને કોઇ વાલીવારસો અંગે કોઇ માહિતી મળી આવેલ ન હોય ત્યારે પોલીસ દ્વારા આ મૃતદેહ બાબતે કોઈને જાણકારી મળે તો તાલુકા પોલીસે જણાવવા અપીલ કરી છે.

પોલીસ દ્વારા સંકસ્પદ મૃતદેહ અંગે આ હત્યા છે કે આત્મહત્યા કે કુદરતી મૃત્યુ તે તમામ પાસાઓને ધ્યાને રાખીને વધુ તપાસ હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,624,250

TRENDING NOW