Sunday, June 7, 2026

મોરબીના પીપળી બેલા રોડ પર કારે રીક્ષાને ઠોકર મારતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા ગામની સીમમાં પીપળી બેલા રોડ ઉપર કારે રીક્ષા ને ઠોકર મારતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. રીક્ષા ચાલકે કાર ચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગર ખોડીયારમાંનાં મંદિર પાસે રહેતા ચંદુભાઈ હમીરભાઇ લાકડીયા (ઉ.વ.૨૮) એ માઈક્રા ગાડી નં-GJ-13-CC-6433ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ના રોજ ફરીયાદી ચંદુભાઈ પોતાની સીએનજી રીક્ષા નં- GJ-36-U-4356 વાળો લઈને
મોરબીના બેલા ગામની સીમમાં પીપળી બેલા રોડ ઉપર આવેલ લોર્ડસ ઈકો હોટલ સામે રોડ પર સામેથી માઇક્રા ગાડી નં- GJ-13-CC-6433ના ચાલકે ઠોકર મારી હડફેટે લેતાં રીક્ષા ચાલક ફરીયાદીનેં નીચે પછાડી અકસ્માત સર્જી ફરીયાદીનેં પેટનાં ભાગે ચીરો પાડી તથા ડાબા હાથે કાંડા પાસે મુંઢ ઈજા પહોંચાડી તથા સાહેદ આયશાબેનને જમણાં ખભા પાસે મુંઢ ઈજા પહોંચાડી કાર ચાલક નાશી છુટયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક ચંદુભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

Related Articles

Total Website visit

1,607,802

TRENDING NOW