Sunday, June 7, 2026

ભાજપ સાંસદ તથા વિદેશ રાજ્યકક્ષા મંત્રી મીનાક્ષી લેખી દ્વારા જગતના તાતનું અપમાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ભાજપ સાંસદ તથા વિદેશ રાજ્યકક્ષા મંત્રી મીનાક્ષી લેખી દ્વારા જગતના તાતનું અપમાન કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર લખીને મીનાક્ષી લેખી ખેડુતોની માફી માંગે તેવી માંગ કરી છે.

તેમણે લેખીત રજૂઆતમાં જણાવ્યું હતું કે, કિસાન એટલે ધરતી પરનો ભગવાન જે પોતાનો પરસેવો રેડી ધરતી ખેડી ધાન્ય પકવે છે અને આખા જગતના લોકોનુ પેટ ભરવાનું કામ કરે છે. આજે દેશના રિયલ હીરોઝ તરીકે એક કિસાન અને એક જવાનની ગણના થાય છે જેનો આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે અને કરવું પણ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજયમંત્રી મીનાક્ષી લેખી દ્વારા મીડિયામાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો મવાલી છે.

આપ સમજી શકો છી મવાલી એટલે ગુંડા લુખ્ખા, આવારા, અસામાજિક તત્વો જેવા અર્થ થાય છે તો શું તમને એવું લાગે છે કે ખેડૂતો મવાલી છે. રાષ્ટ્રપતિ મહોદય કિસાનો માટે આવા શબ્દો વાપરવા એટલે દેશની અસ્મિતાનું અપમાન થયું છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે દેશનું અર્થતંત્ર આપણા દેશના કિસાનો પર નિર્ભર છે. ત્યારે લોકશાહીમાં માનતા આ દેશમા વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો દ્વારા અવૈધાનિક શબ્દોનો પ્રયોગ કરી ખેડૂતો સ્વમાન અને સ્વાભિમાનનું હનન કરવામાં આવે છે . ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થતા આવા શબ્દ પ્રયોગનો સખત શબ્દોમાં વિરોધ કરીએ તથા ખંડન કરીએ છીએ.

જો ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખી દ્વારા ખેડૂતોની જાહેર માધ્યમ થી માકી માંગવામાં નહીં આવે તો અમો કિસાનો સમગ્ર ગુજરાતના લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ધરણા કરીશું જેની રાષ્ટ્રપતિ મહોદયને જાણ કરીએ છીએ. તેનો સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

Related Articles

Total Website visit

1,607,802

TRENDING NOW