Tuesday, June 23, 2026

હળવદ શહેરમાં વાહનની સાઈડ કાપવા જતા અકસ્માત સર્જાયો, યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરમાં વાહનની સાઈડ કાપવા જતા અકસ્માત સર્જાયો, યુવકનું મોત.

હળવદ શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા યુવક સુપર કેરી વાહનની સાઈડ કાપવા જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા સુરેશભાઈ મોહનભાઇ શિહોરા જીજે – 36 – N – 2114 નંબરના સુપર કેરી વાહનની સાઈડ કાપવા જતા સુપર કેરીના ચાલકે કાવો મારતા બાઈક ચાલક સુરેશભાઇ પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈ શિહોરાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,083

TRENDING NOW