Tuesday, June 23, 2026

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી:સાત જેટલી સમિતિઓમાં હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી:સાત જેટલી સમિતિઓમાં હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી

આજરોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા પંચાયતની સાત સમિતિની રચના કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓમાં હોદેદારોની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ યોજાઇ હતી જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સાત સમિતિની રચના કરી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડા અને હીરાલાલ જીવણભાઈ ટમારિયાની કો. ઓપ્ટ સભ્ય તરીકે વિશાલ ભુપતભાઈ ઠારેસા, નારાયણભાઈ જેઠાભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, જાહેર બાંધકામ સમિતિમાં સભ્ય તરીકે મેરા ભાઈ કરમશીભાઈ વિઠ્ઠલાપરા, જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને લીલાબેન રવજીભાઈ પરમારની, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિમાં સભ્ય તરીકે અજયભાઈ મનસુખભાઈ લોરીયા, જાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા અને ચંદુભાઈ છગનભાઈ સિહોરા, શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ, જાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા, મેરાભાઇ કરમશીભાઈ વિઠલાપરા, અજય મનસુખભાઈ લોરીયા અને કો. ઓપ્ટ સભ્ય તરીકે બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જેસંગભાઈ મુળુભાઇ હુંબલ, જાહેર આરોગ્ય સમિતિમાં સભ્ય તરીકે ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ, કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ અને પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ સોનગ્રા, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં સભ્ય તરીકે લીલાબેન રવજીભાઈ પરમાર, જયંતીલાલ દામજીભાઈ પડસુંબિયા અને અસ્મિતાબેન કિશોરભાઈ ચોખલિયાની જ્યારે અપીલ સમીતીના હંસાબેન જેઠાભાઈ પારેઘી, હીરાલાલ જીવણભાઈ ટમારિયા અને અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,609,074

TRENDING NOW