Tuesday, August 11, 2026

મોરબી માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી કરવામાં આવી

ચેરમેન તરીકે ભવાનભાઈ કુંવરજીભાઇ ભાગીયા અને વાઈસ ચેરમેન તરીખે મનહરભાઈ ગાંડુંભાઈ બાવરવાની બિન હરીફ વરણી કરવામાં આવી છે

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડની આગામી ટર્મ માટે નવાં હોદેદારોની નિયુક્તિ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયા ફરીથી રિપીટ કરી આ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે મનહરભાઈ ગાંડુંભાઈ બાવરવાની વરણી કરાઈ છે.

મોરબીના માર્કેટીંગ યાર્ડની અગાઉની બોડીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે બીજી ટર્મના હોદેદારોની વરણી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માર્કેટીંગ યાર્ડના 100 જેટલા સભ્યોએ સર્વાનુમતે અગાઉ આ યાર્ડના ચેરમેન રહી ચૂકેલા ભવાનભાઈ ભાગીયાને ફરીથી મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેનનું સુકાન સોંપ્યું છે. આથી મોરબી માર્કેટીંગના ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયા તેમજ વાઇસ ચેરમેન રહેલા મગનભાઈ વડાવીયાની જગ્યાએ મનહરભાઈ ગાંડુંભાઈ બાવરવાને યાર્ડના વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW