Tuesday, June 23, 2026

કાલિકા પ્લોટ પાછળના વિસ્તારમાં જુગાર રમત ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

કાલિકા પ્લોટ પાછળના વિસ્તારમાં જુગાર રમત ૭ ઝડપાયા.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીના કાલિકા પ્લોટ પાછળ સાયન્ટિફિક વાડી વાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા ૭ જુગારીઓને ઝડપી પાડયા હતા. ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકાપ્લોટ પાછળ સાયન્ટિફિક વાડી વાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા, વિજયભાઇ બધાભાઇ અજાણા, હનીફભાઇ સુમાલભાઇ ચાનીયા, ઇશ્વરલાલ છગનલાલ ઇન્દરીયા, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી, ઇકબાલભાઇ હુશેનભાઇ કટીયા અને ઇમરાનભાઇ વલીમામદભાઇ કાશમાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,089

TRENDING NOW