Tuesday, June 23, 2026

ઊંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા – પુત્રીને હડફેટે લેતા પુત્રીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ઊંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા – પુત્રીને હડફેટે લેતા પુત્રીનું મોત.

વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પુત્ર સાથે મોરબીના ખરેડા ગામે અંબાજી માતાજીના દર્શન કરીને પરત આવતા હતા ત્યારે ઉંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા બાઈક પાછળ બેઠેલી આઠ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હસમુખભાઈ કાંતિલાલ કાથરાણી તેમની આઠ વર્ષની પુત્રી ધ્યાની સાથે મોરબી તાલુકાના ખરેડા ગામે આવેલ અંબાજી માતાના દર્શન કરવા ગયા બાદ પરત આવતા હતા ત્યારે હાલમાં હળવદ રોડનું કામ ચાલુ હોય નવા રોડ નો કટકો પૂરો થતાં ઉંચી – નીચી માંડલ પાસે બાઈક ધીમું પાડતા પાછળ આવેલા એમએચ – 40 – CD – 9892 નંબરના ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા આગળના વ્હીલ નીચે આવી જતા માસૂમ ધ્યાનીનું પિતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,099

TRENDING NOW